વડોદરાના જીઆઇડીસીમાં શાક માર્કેટ પાસે દુકાનમાં આગ!

By Our Vadodara

Published



વડોદરામાં આજે અચાનક આગની ઘટનાથી અફરાતફરી મચી ગઈ છે.જીઆઇડીસી શાક માર્કેટ પાસે આવેલા એક પ્રોવિઝનલ સ્ટોરમાં અચાનક આગ લાગતા દુકાનદારો અને સ્થાનિકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે.ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો.જીઆઇડીસી ફાયર ટીમ સાથે ડાયલ 112 અને 108 એમ્બ્યુલન્સ સેવા પણ ત્વરિત પહોંચી ગઈ હતી.સ્થળ પરથી લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાની નોંધાઈ નથી પરંતુ આગના કારણે દુકાનને ભારે નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ પરિસ્થિતિ કાબૂમાં છે.

Browse all news articles