શીલજ સર્કલ પાસે SOGનો દરોડો; ₹8.57 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા

By Our Vadodara

Published

શીલજ સર્કલ પાસે SOGનો દરોડો; ₹8.57 લાખના હાઇબ્રીડ ગાંજા સાથે બે શખ્સો ઝડપાયા



અમદાવાદ ગ્રામ્ય SOGની ટીમે શીલજ સર્કલ પાસે બાતમીના આધારે વોચ ગોઠવીને ટુ-વ્હીલર પરથી પસાર થતા બે શખ્સો ૨૭ વર્ષીય યશ ચૌહાણ અને ૪૨ વર્ષીય નીરજ પટેલની ધરપકડ કરી હતી. જેઓની તપાસ કરતા આરોપીઓ પાસેથી ૨૪૫ ગ્રામ પ્રતિબંધિત હાઇબ્રીડ ગાંજો મળી આવ્યો હતો, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ₹૮.૫૭ લાખ થાય છે. DySP આસ્થા રણાના જણાવ્યા અનુસાર, આ શખ્સો ટુ-વ્હીલર પર ગાંજાનું છૂટક વેચાણ કરવા નીકળ્યા હતા. પોલીસે નશાકારક પદાર્થ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Browse all news articles