એલ.ડી. એન્જિનિયરિંગની હોસ્ટેલમાં સ્લેબ પડ્યો; એક વિદ્યાર્થી ઈજાગ્રસ્ત, સોલા સિવિલ ખસેડાયો

By Our Vadodara

Published



અમદાવાદ શહેરની એલડી એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં આજે 15 એપ્રિલે સ્લેબ ધરાશાઈ થવાની ઘટના બની છે. ગઈકાલે મોડી રાત્રે હોસ્ટેલના બ્લોક નંબર B માં એક રૂમની છતમાંથી અચાનક સ્લેબનું ગાબડું પડ્યું હતું. આ દુર્ઘટના સમયે રૂમમાં હાજર એક વિદ્યાર્થી પર સ્લેબ પડતા તેને ઈજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.હોસ્ટેલના બિલ્ડિંગની ખરાબ હાલત અને વારંવાર પડતા ગાબડાઓને કારણે વિદ્યાર્થીઓમાં ભારે ભય અને તંત્ર સામે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

Browse all news articles