મેડિલિંક કોલેજમાં વિવાદ: વધુ ફી અને ખરાબ ભોજન મુદ્દે ABVPનો વિરોધ, પોલીસ અને ટ્રસ્ટીના વલણથી રોષ
By Our Vadodara
Published
વિદ્યાર્થીઓ પાસે નિયમ કરતા વધુ ફી વસૂલવામાં આવતી હોવાનો, PG આવાસ માટે પણ વધારાના નાણાં માંગવામાં આવતા હોવાનો તેમજ હોસ્ટેલના ભોજનમાં જીવાતો નીકળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. વધુમાં જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થવા માંગે છે, તેમના ઓરિજિનલ ડોક્યુમેન્ટ કોલેજ દ્વારા જમા કરી પૂરા વર્ષની ફી ભર્યા બાદ જ ડોક્યુમેન્ટ પરત મળશેનું ટ્રસ્ટીએ જણાવતા વિદ્યાર્થીઓમાં ભારે રોષ વ્યાપ્યો છે. ત્યારે આ બધી બાબતોને લઇને વિરોધ કરી રહેલા ABVPના કાર્યકરો અને વિદ્યાર્થીઓ સાથે પોલીસે ઉદ્ધતાઈપૂર્વક વર્તન કરી તેમની અટકાયત કરી હતી.