હાટકેશ્વર બ્રિજ પાસે ફરી મોટી લાપરવાહી: JCBના કારણે અદાણી ગેસની પાઇપલાઇન તૂટી
By Our Vadodara
Published
હાટકેશ્વર ઓવરબ્રિજ તોડવાના છેલ્લા ચરણમાં ખોખરા-હાટકેશ્વર માર્ગ પર ભાગ્યલક્ષ્મી વસ્ત્રાલ શોપની સામે વરસાદી પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન JCB ના દાંતા વાગવાથી અદાણીની ગેસ પાઇપલાઇન તૂટી ગઈ હતી.જેને કારણે સમગ્ર વિસ્તારમાં રસોઈ ગેસ (PNG) નો સપ્લાય બંધ કરવાની ફરજ પડી હતી.પાઇપલાઇન તૂટતાની સાથે જ મોટા પ્રમાણમાં ગેસ હવામાં ફેલાવા લાગ્યો હતો. જો કે ફાયર બ્રિગેડ ની ટીમે અદાણી ની ટીમ આવે તે પહેલા પાણી નો મારો ચલાવી સંભવિત જોખમ ને ટાળવા પ્રયાસ હાથ ધર્યા હતા. ચોંકાવનારી વાત એ છે કે, એક જ મહિનાની અંદર આ બીજીવાર ગેસ પાઇપલાઇન તૂટવાની ઘટના બની છે, જે તંત્રની ગંભીર બેદરકારી દર્શાવે છે.