વોર્ડ 5માં ચૂંટણીનો તાપ: જનતા સામે ઉમેદવારો કઠિન પરીક્ષા

By Our Vadodara

Published



વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણી નજીક આવતા વોર્ડ નં.5માં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. પ્રચાર માટે પહોંચેલા ભાજપન ઉમેદવાર અને પૂર્વ કાઉન્સિલર તેજલ વ્યાસ પણ સામેલને લોકોએ સીધા જ પ્રશ્નોના ઘેરાવમાં લઈ લીધા હતા.
રસ્તાઓની ખરાબ સ્થિતિ, પાણીની સમસ્યા, સફાઈનો અભાવ અને વિકાસના અધૂરા કામો અંગે લોકોએ ખુલ્લેઆમ નારાજગી વ્યક્ત કરી હતી. વચનો કરતાં હકીકતો વધારે બોલતી દેખાઈ રહી છે, અને મતદારો હવે જવાબ માંગતા થયા છે.આ વખતે ચૂંટણી માત્ર પ્રચાર સુધી સીમિત નથી પરંતુ લોકોના વિશ્વાસ અને કાર્યક્ષમતાની કસોટી બની ગઈ છે.

Browse all news articles