વડોદરા કોંગ્રેસ ઉંઘતુ રહ્યું અને ભાજપે ખેલ પાડી દીધો! વોર્ડ નં.11ના કોંગ્રેસ ઉમેદવારે ફોર્મ પાછું ખેંચ્યું
By Our Vadodara
Published
વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ ખેંચવાના અંતિમ દિવસે ભારે નાટ્યાત્મક દ્રશ્યો સર્જાયા હતા,વોર્ડ નંબર 11 ના કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર કનુ પ્રજાપતિએ અચાનક અકોટા મામલતદાર કચેરી પહોંચી પોતાનું ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો છે.કનુ પ્રજાપતિ છેલ્લા બે દિવસથી કોઈના સંપર્કમાં નહોતા જેને લઈને અનેક અટકળો ચાલતી હતી.ફોર્મ ખેંચવાની પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો કાફલો ખડકી દેવાયો હતો.કોંગ્રેસે ભાજપ પર સત્તાના દુરુપયોગ અને ઉમેદવારોને ડરાવી-ધમકાવીને બેસાડી દેવાનો આરોપ લગાવ્યો છે. આટલું જ નહીં, હવે વોર્ડ નંબર 2 ના પણ એક ઉમેદવાર સંપર્ક વિહોણા હોવાના અહેવાલે કોંગ્રેસની ઊંઘ ઉડાવી દીધી છે.