
આજે વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસ સાથે 'ખેલા' થઇ ગયો,કોંગ્રેસની નબળી નેતાગીરી ઉમેદવારોની પસંદગીમાં થાપ ખાઈ ગયું હોવાની ચર્ચાઓ વચ્ચે વોર્ડ નંબર 11માં ભાજપ ઉમેદવાર અને દલસુખ પુત્ર વિષ્ણુ પ્રજાપતિ બિનહરીફ જાહેર થાય તેવી શક્યતાઓ વધી છે,વિષ્ણુ પ્રજાપતિ સામે અન્ય કોઈ હરીફ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી તેમની જીત નિશ્ચિત બની છે,કોંગ્રેસ ઉમેદવાર કનુ ભાઈ પ્રજાપતિએ ઉમેદવારી પાછી ખેંચાતા વિષ્ણુ પ્રજાપતિની બિનહરીફ જીત થઇ શકે છે જેની સત્તાવાર જાણકારી બપોરબાદ સામે આવશે,ત્યારે શું કોઈ બીજા વોર્ડમાં પણ એવો ખેલા થશે? શું ભાજપની ચૂંટણી પહેલાની જીત ભાજપની રાહ સરળ બનાવશે.