આજે મહાનગર પાલિકાનું ચૂંટણી ચિત્ર સપષ્ટ થશે!
By Our Vadodara
Published

વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે 'સુપર વેન્સ્ડે' જેવો માહોલ છે. ઉમેદવારી પત્ર પાછા ખેંચવાનો આજે છેલ્લો દિવસ હોવાથી રાજકીય પક્ષોમાં ભારે દોડધામ મચી છે. ગત રાતથી જ અપક્ષ અને નાના પક્ષોના ઉમેદવારોને મનાવવા અથવા બેસાડી દેવા માટે સામ,દામ,દંડ અને ભેદની નીતિ અપનાવવામાં આવી રહી છે.ઉઠમણાં અને બેસણાની આ મોસમમાં મોટા પક્ષોના મતો ન કપાય તે માટે અપક્ષોને મેદાનમાંથી હટાવવા તનતોડ પ્રયાસો થઈ રહ્યા છે.એવી પણ અફવાઓ છે કે કેટલાક કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ખેંચી શકે છે. આજે સાંજ સુધીમાં વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ જશે અને કોની લડાઈ કોની સામે છે, તે હવે ગણતરીના કલાકોમાં સ્પષ્ટ થશે!