જિલ્લામાં પણ ભાજપે જીતનું ખાતું ખોલ્યું! રણોલીમાં ભગવો લહેરાયો!

By Our Vadodara

Published



વડોદરા જિલ્લાના રાજકારણમાંથી આ સમયના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રણોલી-૨૨ જિલ્લા પંચાયત બેઠક પર ભાજપના ઉમેદવાર કૈરવીબા ગીરીરાજસિંહ વાઘેલા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ભાજપની ચાણક્ય નીતિ સામે વિપક્ષી એકતા વેરવિખેર થઈ ગઈ છે.કોંગ્રેસના દિગ્ગજ નેતા રાજુ માસ્ટરના પત્ની ઠાકોર ગીતાબેનએ અચાનક પોતાનું ફોર્મ પરત ખેંચી લીધું.અપક્ષ ઉમેદવાર પુષ્પાબેન પરમારે પણ ઉમેદવારી પાછી ખેંચતા ભાજપ માટે વિજયનો માર્ગ મોકળો બન્યો હતી.વડોદરા જિલ્લા ભાજપ માટે જીતના શ્રીગણેશ થઈ ચૂક્યા છે ત્યારે ચૂંટણીના જંગમાં ઉતરતા પહેલા જ આ 'બિનહરીફ' જીતે સાબિત કરી દીધું છે કે વડોદરા જિલ્લામાં ભાજપની પકડ કેટલી મજબૂત છે.

Browse all news articles