વોર્ડ નં-2 ના કોંગ્રેસ ઉમેદવાર પારિવારિક દબાણમાં આવ્યા વગર ચૂંટણી લડવા અડગ વોર્ડ નં-2 ના કોંગ્રેસ ઉમેદવાર પારિવારિક દબાણમાં આવ્યા વગર ચૂંટણી લડવા અડગ

By Our Vadodara

Published



વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીમાં જ્યાં ઉમેદવારોને બેસાડી દેવાના ખેલ ખેલાઈ રહ્યા છે ત્યાં વોર્ડ નંબર 2 ના કોંગ્રેસ ઉમેદવાર દિલીપ પટેલે અડગ રહી મીડિયા સમક્ષ તેમણે ખુલ્લેઆમ સ્વીકાર્યું કે તેમને બેસી જવા માટે પારિવારિક અને અન્ય દબાણોના ફોન આવ્યા હતા. સાથે જ તેમને જણાવ્યું હતું કે હું કોઈના દબાણમાં આવવાનો નથી, વડોદરાની જનતા માટે મેદાનમાં ઊભો રહીશ. 'બાપુ ક્યારેય વેચાય નહીં, મને કોઈ ખરીદી શકવાનું નથી' તેવો દમખમ બતવાતાં હવે વોર્ડ નંબર 2 નો જંગ માત્ર ચૂંટણી નહીં પણ પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે.

Browse all news articles