'ફિલ્મી ડ્રામા' વધુ એક ઉમેદવાર ફોર્મ ખેંચવા આવતા કોંગ્રેસનો હંગામો
By Our Vadodara
Published
વડોદરામાં આજે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન વધુ અજીબોગરીબ ઘટના સામે આવી હતી, વોર્ડ નંબર 2 ના કોંગ્રેસના મહિલા ઉમેદવાર ભૂમિકા પ્રજાપતિ જ્યારે ફોર્મ પરત ખેંચવા મામલતદાર કચેરી પહોંચ્યા ત્યારે કોંગ્રેસના કાર્યકરોએ તેમને રોકવા માટે જોરદાર વિરોધ કર્યો હતો.હંગામાથી બચવા ભૂમિકાબેન અને તેમનો પરિવાર લિફ્ટમાં બેસીને બીજા માળે જઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી ગુલ થતા તેઓ લિફ્ટમાં જ ફસાઈ ગયા હતા દરમિયાન પોલીસની મદદથી તેમને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા.કોંગ્રેસ ઉમેદવાર ફોર્મ ન ખેંચે તે માટે કાર્યકરોએ કચેરીના દરવાજા બંધ કરી દીધા હતા અને પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું. ચૂંટણી પહેલાનો વડોદરામાં જોરશોરથી શરુ થયેલો ફોર્મ પાછા ખેંચવાના રાજકીય ખેલ અને 'લિફ્ટ ડ્રામા' વચ્ચે કાર્યકરોનો રોષ શું પરિણામ લાવશે તે તો સમય જ બતાવશે પણ ભાજપ વોર્ડ નંબર 2માં પણ બિનહરીફ બને તેવા એંધાણ હાલ ચોક્કસ દેખાય રહ્યા છે? અલબત્ત વડોદરાની રાજનીતિમાં હવે પળેપળ નવા વળાંકો આવી રહ્યા છે.