પાલિકા પંચાયતની ચૂંટણીમાં મુખ્યમંત્રીએ પણ જોર લગાવ્યું! કોંગ્રેસ પર પ્રહાર

By Our Vadodara

Published

પાલિકા પંચાયતની ચૂંટણીમાં મુખ્યમંત્રીએ પણ જોર લગાવ્યું! કોંગ્રેસ પર પ્રહાર


વડોદરા જિલ્લા પંચાયત -તાલુકા પંચાયત મહાનગર પાલિકા અને નગર પાલિકાઓની ચૂંટણીમાં પ્રચારેર્થે ગતરોજ દિવસભર મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ વિવિધ સ્થળે સભા મીટીંગ કરી ઉમેદવારોનો પ્રચાર કર્યો હતો,મુખ્યમંત્રીની મુલાકાત બાદ ભાજપ મોરચે જોશ જોવા મળ્યો હતો,વડોદરા શહેર અને જિલ્લામાં નિરસ ચાલતા ચૂંટણી પ્રચારમાં પણ ગતિ આવી હતી વડોદરામાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મતદાન ની હાકલ કરી ભાજપના ઉમેદવારોને જીતાડવા આહવાન કર્યું હતું સાથે જ કોંગ્રેસ પર આકરા પ્રહારો પણ કર્યા હતા ભુપેન્દ્ર પટેલે કહ્યું હતું કે,ચૂંટણીમાં હાર પછી કયારેય કોઈ કોંગ્રેસનો ઉમેદવાર તમારી પાસે આવ્યો છે કોઈ વિપક્ષનો સભ્ય તમારી પસે આવ્યો છે આ ઈલેક્શન આવે ત્યારે જ દેખાય છે માટે તેમને ઓળખવાની જરૂર છે.

Browse all news articles