'પ્રચાર બંધ' પણ 'બંધ બારણે' મીટિંગોનો ધમધમાટ!

By Our Vadodara

Published

'પ્રચાર બંધ' પણ 'બંધ બારણે' મીટિંગોનો ધમધમાટ!

વડોદરા મહાનગર પાલિકાની ચૂંટણીમાં આજની રાત ઉતેજના અને ઉચાટની રાત બની રહેશે,આવતીકાલે મતદાન થવાનું છે અને આકરી ગરમીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકીય પક્ષો માટે આ રાત કતલની રાત બનવાની છે બીજીતરફ ચૂંટણીના પ્રચારના પૈડાં ભલે થંભી ગયા હોય પણ ઉમેદવારોના પગ અટક્યા નથી,ઉમેદવારો બંધ બારણે ગુપ્ત મીટિંગો કરી સાધ્યું નિશાન પાર પાડવા દોડધામ કરી રહ્યા છે જે વિસ્તાર કમઝોર લાગે ત્યાં છેલ્લી ઘડીએ તમામ પ્રકારની સગવડો અને વ્યવસ્થાના આયોજનની ગોઠવણોના ગણિત બેસાડવામાં આવી રહ્યા છે ક્યાંય કાચું ન કપાય તેનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે ખેર, પ્રચાર બંધ છે પણ બંધ બારણે મીટિંગોનો આ ધમધમાટ કોને કેટલો ફાળે છે તે તો મતદાન બાદ આવનારા પરિણામ પછી ખબર પડશે.

Browse all news articles