આવી ઘોર બેદરકારી! કોલ્ડ રૂમમાં મહિલાનો મૃતદેહ ડી-કમ્પોઝ થયો!

By Our Vadodara

Published

વડોદરાની સયાજી હોસ્પિટલ ફરી એકવાર વિવાદોના ઘેરામાં આવી છે.આ વખતે હોસ્પિટલ તંત્રની એવી બેદરકારી સામે આવી છે જેણે માનવતાને પણ શરમાવી દીધી છે.ગઈ 27 તારીખથી સયાજી હોસ્પિટલના કોલ્ડ રૂમમાં રાખવામાં આવેલો મહિલાનો મૃતદેહ લેવા જ્યારે પરિવાર પહોંચ્યો ત્યારે ડ્રોઅર નંબર 1 માંથી મહિલાના બદલે કોઈ પુરુષનો મૃતદેહ નીકળતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો.ભારે શોધખોળ બાદ મહિલાનો મૃતદેહ અન્ય ડ્રોઅરમાંથી મળ્યો હતો પરંતુ તે અત્યંત ખરાબ અને ડી-કમ્પોઝ હાલતમાં હતો.કોલ્ડ રૂમ વ્યવસ્થિત કામ ન કરતો હોવાથી મૃતદેહ કોહવાઈ ગયો હોવાના આક્ષેપ સાથે પરિવારે ભારે હોબાળો મચાવ્યો હતો,એમ પણ મનાય છે કે મૃતદેહની અદલાબદલી અને રાખવાની પદ્ધતિમાં ગંભીર ચૂક થઇ છે,પરિવારજનોએ જવાબદારો સામે કડક પગલાંની માંગ કરી છે.

Browse all news articles