VR-1 એપાર્ટમેન્ટમાં ભીષણ આગ! 18 વાહનો બળીને ખાખ
By Our Vadodara
Published
વડોદરામાં વધતી જતી ગરમીની સાથે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનાઓ પણ વધી રહી છે.આજે વહેલી સવારે નેશનલ હાઈવે પર આવેલા VR-1 એપાર્ટમેન્ટમાં લાગેલી ભીષણ આગે સૌના જીવ અધ્ધર કરી દીધા હતા.નેશનલ હાઈવે પર L&T કંપનીની સામે આવેલા VR-1 એપાર્ટમેન્ટમાં વહેલી સવારે ઇલેક્ટ્રિક પેનલમાં અચાનક શોર્ટ સર્કિટ થતા આગ ભભૂકી ઉઠી હતી.જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડાના ગોટેગોટા આઠમા માળ સુધી પહોંચી ગયા હતા. પાર્કિંગમાં મુકેલા રહેવાસીઓના બાઈક અને મોપેડ સહિત 18 વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા.પાણીગેટ, ગાજરાવાડી અને ERC ફાયર સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી જઈ આગ પર કાબુ મેળવ્યો હતો