એક પળમાં બધું બદલાઈ ગયું…! એક અકસ્માત અને છીનવાઈ જિંદગી
By Our Vadodara
Published

એક પળમાં બધું બદલાઈ ગયું…! એક અકસ્માત અને છીનવાઈ જિંદગી
સામાન્ય દિવસમાં ખરીદી માટે નીકળેલા 68 વર્ષીય મગનભાઈ પટેલ માટે આ સફર અંતિમ બની રહી,છાણી વિસ્તારમાં બે ટુ-વ્હીલર વચ્ચે થયેલી ટક્કરે વૃદ્ધનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું, બે ટુ-વ્હીલર વચ્ચે અકસ્માતને પગલે રોડ પર લોકોના ટોળા ભેગા થઇ ગયા હતા,દરમિયાન છાણી પોલીસની ટીમ પણ સ્થળ પર દોડી આવી હતી અને તુરંત મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.અકસ્માત મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.બીજી તરફ અન્ય ટુ-વ્હીલર પર સવાર વ્યક્તિને પણ ઇજાઓ પહોંચી હતી જેને સારવાર માટે છાણી વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.