અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદ! આવતીકાલે 5 જિલ્લામાં વરસાદની આગાહી
By Our Vadodara
Published

અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ઝરમર વરસાદ સાથે ફરી વરસાદી માહોલ જામ્યો છે.હવામાન વિભાગે 11 ઓગસ્ટે રાજ્યના 5 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.પંચમહાલ,છોટાઉદેપુર મહીસાગર અરવલ્લી અને દાહોદમાં વરસાદનું યેલો એલર્ટ છે જયારે અન્ય જિલ્લાઓમાં પણ છુટાછવાયા વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે,હવામાન નિષ્ણાતો મુજબ ઓગસ્ટની શરૂઆતમાં પેસિફિક મહાસાગરમાં સર્જાયેલી સિસ્ટમના કારણે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી ભેજ ખેંચાતા ગુજરાતમાં વરસાદને અસર થઈ હતી. હવે આ સિસ્ટમ દક્ષિણ ચીન તરફ આગળ વધશે અને ત્યારબાદ બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ બનવાની શક્યતા છે ત્યારે 13 ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં ફરી સારો વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.