નર્મદા ડેમની જળસપાટીમાં વધારો! 133.06 મીટરે પહોંચી
By Our Vadodara
Published

ગુજરાત માટે રાહતના સમાચાર સામે આવ્યા છે.ગુજરાતની જીવાદોરી એવી નર્મદા ડેમની જળસપાટી વધીને 133.06 મીટર પર પહોંચી છે.છેલ્લા 24 કલાકમાં જળસપાટીમાં 5 સેન્ટીમીટરનો વધારો નોંધાયો છે.ડેમ હાલ 81.50% ભરાયો છે જ્યારે તેની મહત્તમ જળસપાટી 138.68 મીટર છે.ઉપરવાસમાંથી પાણીની આવક ઘટીને હાલ 252 ક્યુસેક થઈ છે બીજી તરફ ખેડૂતોની માંગને ધ્યાનમાં રાખીને કેનાલમાં 5,242 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે