આજથી દશામાં વ્રતનો પ્રારંભ! વડોદરા બનશે ભક્તિમય

By Our Vadodara

Published

આજથી દશામાં વ્રતનો પ્રારંભ! વડોદરા બનશે ભક્તિમય

આજથી માં દશામાંના વ્રતનો પ્રારંભ થતાં આગામી 10 દિવસ સુધી વડોદરા શહેર ભક્તિના રંગે રંગાશે.શહેરમાં હજારો પરિવારો પોતાના ઘરમાં માં દશામાંની પ્રતિમાની સ્થાપના કરી પૂજા-અર્ચના કરશે. છેલ્લા કેટલાક વર્ષોમાં વડોદરામાં દશામાં વ્રતનો મહિમા વધુ વધ્યો છે. હવે સોસાયટીઓ, પોળો અને ઘરોમાં વિશાળકાય પ્રતિમાઓની સ્થાપના કરવાની પરંપરા પણ જોવા મળી રહી છે.આગામી દસ દિવસ દરમિયાન ભક્તો વિવિધ સ્થળોએ જઈને માં દશામાંના અલગ-અલગ સ્વરૂપો અને સુંદર ઝાંખીના દર્શન કરશે. ભક્તિ, શ્રદ્ધા અને આસ્થાથી ભરેલા આ પર્વને લઈને શહેરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.

Browse all news articles