SMCની રેડ બાદ દરીયાપુર પોલીસ પર ગાજ: મનપસંદ જીમખાના કેસમાં PI સહિત 3 સસ્પેન્ડ
By Our Vadodara
Published

અમદાવાદના દરીયાપુરમાં આવેલા મનપસંદ જીમખાના ખાતે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા પાડવામાં આવેલા દરોડામાં મોટું હાઈટેક જુગારધામ ઝડપાયા બાદ રાજ્ય પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. આ મામલે ક્ષેત્રાધિકારમાં બેદરકારી દાખવવા બદલ દરીયાપુર પોલીસ સ્ટેશનના PI જી.વી. ગોહિલ અને સરવેલન્સ સક્વોડના PSI સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. દરોડા દરમિયાન ૧૮૭ જુગારીઓ, ૨૨ જુગારના ટેબલો અને મોટો કેશ-જથ્થો જપ્ત કરાયો હતો, જેમાં ગોવા કેસિનો જેવી પેટર્ન અને અંગડીયા મારફતે નાણાકીય વ્યવહારો સામે આવ્યા હતા. ઘટના બાદ દરીયાપુરનો ચાર્જ શાહીબાગ PIને સોંપાયો છે અને AMC દ્વારા તે બિલ્ડિંગને પણ સીલ કરી દેવામાં આવ્યું છે.