CNGના ભાવમાં ફરી વધારો! વાહનચાલકોને મોંઘવારીનો ફરી ઝટકો

By Our Vadodara

Published

CNGના ભાવમાં ફરી વધારો! વાહનચાલકોને મોંઘવારીનો ફરી ઝટકો

ગુજરાત ગેસ કંપનીએ CNGના ભાવમાં ફરી ₹3.75નો વધારો કર્યો છે.ભાવ વધારા બાદ CNGનો નવો ભાવ ₹88.76 પ્રતિ કિલો થયો છે. મહત્વનું છે કે માત્ર એક જ મહિનામાં CNGના ભાવમાં આ બીજી વખત વધારો કરવામાં આવ્યો છે.સતત ભાવવધારાથી CNG વાહનચાલકોના બજેટ પર સીધી અસર થવાની છે. ગુજરાતમાં આશરે 3.34 લાખ CNG વાહનચાલકો આ ભાવવધારાથી પ્રભાવિત થશે. પેટ્રોલ-ડીઝલના વધતા ખર્ચ વચ્ચે CNGને સસ્તા વિકલ્પ તરીકે જોતા વાહનચાલકો માટે આ વધારો વધુ એક આર્થિક પડકાર બની શકે છે.

Browse all news articles