પાવાગઢ જનારાઓ માટે મહત્વની જાહેરાત! રવિવારે ખાનગી વાહનો પર નિયંત્રણ
By Our Vadodara
Published

પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે રવિવારની રજાઓમાં વધતી ટ્રાફિક સમસ્યાને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. જાહેરનામા મુજબ 19 ઓક્ટોબર 2026 સુધીના તમામ રવિવારે તળેટીથી માચી તરફના માર્ગ પર ખાનગી વાહનોના પ્રવેશ પર નિયંત્રણ રહેશે.આ સમયગાળા દરમિયાન માત્ર ST બસો,સરકારી વાહનો અને સ્થાનિક ટેક્સીઓને મંજૂરી આપવામાં આવશે.ખાનગી વાહનો માટે માચી ખાતે માત્ર 45 વાહનોની ક્ષમતા મુજબ વહેલા તે પહેલાના ધોરણે ટોકન આપવામાં આવશે.પાર્કિંગ ભરાઈ જતાં ખાનગી વાહનોનો પ્રવેશ સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. ટ્રાફિકને સુચારુ રાખવા હાલોલ ટીમ્બી, જેપુરા અને વડાતળાવ ચોકડી પરથી જરૂરી ડાયવર્ઝન આપવામાં આવશે.