Alembic CSR ફાઉન્ડેશન પિંક ઓટો રિક્ષા સાથે 15 મહિલાઓને સશક્ત બનાવે છે!

By Our Vadodara

Published

મહિલા સશક્તિકરણને નવી દિશા આપતી વડોદરામાં અનોખી પહેલ સામે આવી છે. એલેમ્બિક સીએસઆર ફાઉન્ડેશન દ્વારા શહેરની 15 મહિલાઓને 15 ‘પિંક ઓટો રિક્ષા’ અર્પણ કરવામાં આવી છે જે પાછળનો હેતુ એક જ છે કે 'મહિલાઓને રોજગાર આપી આત્મનિર્ભર બનાવવી' આ પહેલનો જીવંત ઉદાહરણ છે ઉષાબેન!છેલ્લા દોઢ વર્ષથી તેઓ ઓટો ચલાવી પરિવારની આર્થિક જવાબદારીમાં પતિ સાથે ખભેખભો મિલાવી રહ્યા છે. સવારથી સાંજ સુધી મહેનત કરીને તેઓ પરિવારનું ગુજરાન ચલાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે.આ માત્ર ઓટો રિક્ષા નથી પણ મહિલાઓ માટે રોજગાર, આત્મવિશ્વાસ અને સ્વાવલંબનનું પિન્ક ભરોસો છે.

Browse all news articles