તૂટેલા ફાઈબર કવરે ઉકેલ્યો હિટ એન્ડ રનનો ભેદ! લાલ રંગની કાર સુધી પોહોચી પોલીસ

By Our Vadodara

Published

તૂટેલા ફાઈબર કવરે ઉકેલ્યો હિટ એન્ડ રનનો ભેદ! લાલ રંગની કાર સુધી પોહોચી પોલીસ

તાજેતરમાં વડોદરાના NH-48 પર દશરથ પાસે બનેલા હિટ એન્ડ રન કેસનો પોલીસે ઝીણવટભરી તપાસ બાદ ભેદ ઉકેલી નાખ્યો છે.દશરથ ગામ પાસે રોડ ક્રોસ કરી રહેલા 55 વર્ષીય હનુમાન જાટને પૂરપાટ ઝડપે આવતી અજાણી કારે ટક્કર મારતાં તેમનું કરુણ મો* થયું હતું.અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો હતો જોકે ઘટનાસ્થળેથી મળેલા સાઈડ લાઈટના તૂટેલા ફાઈબર કવર અને વાસદ ટોલનાકાના CCTV ફૂટેજ પોલીસ માટે મહત્વની કડી બન્યા હતા અને 14 શંકાસ્પદ કારોની તપાસ બાદ અંતે પોલીસે અકસ્માત સર્જનાર ગોરવામાં નૂરાની મસ્જીદ મહોલ્લામાં રહેતા ડ્રાઈવર ઈલિયાસ કમરૂદ્દીન કાઝી સુધી પહોંચી તેની ધરપકડ કરી હતી.

Browse all news articles