વિદેશી મુસાફરી હવે બનશે વધુ સરળ!
By Our Vadodara
Published

અમદાવાદ એરપોર્ટ હવે દેશના હબ-એન્ડ-સ્પોક એવિએશન નેટવર્કમાં જોડાઈ ગયું છે, જેનાથી મુસાફરો માટે વિદેશ પ્રવાસ અત્યંત સરળ બનશે. હવે મુસાફરો અમદાવાદ (સ્પોક એરપોર્ટ) ખાતે જ લગેજ સ્ક્રીનીંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરી શકશે અને દિલ્હી (હબ) ખાતે કોઈપણ પુનઃ-તપાસ કે લગેજ કલેક્શન વગર સીધા જ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર થઈ શકશે. એર ઇન્ડિયાની ‘ઇઝી કનેક્ટ’ પહેલ અંતર્ગત દિલ્હી થઈને અમદાવાદને ૨૬ વૈશ્વિક સ્થળો સાથે જોડવામાં આવ્યું છે, જેમાં દૈનિક બે ફ્લાઇટ્સ કાર્યરત રહેશે. અમૃતસર અને વારાણસી બાદ આ નેટવર્કમાં જોડાનાર અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જે ગુજરાતના પ્રવાસીઓ માટે એક મોટા અને આનંદના સમાચાર છે.