પાનસુરિયા બંધુ સામે વધુ એક ફરિયાદ! દુકાનના નામે 10 લાખની ઠગાઈ

By Our Vadodara

Published

પાનસુરિયા બંધુ સામે વધુ એક ફરિયાદ! દુકાનના નામે 10 લાખની ઠગાઈ

વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા ‘સિદ્ધિશ્વર પેરાડાઇઝ’ પ્રોજેક્ટમાં દુકાન આપવાના નામે 10 લાખની છેતરપિંડી થયાની ફરિયાદ સામે આવી છે. સુરત મેટ્રો રેલ કોર્પોરેશનમાં નોકરી કરતા આકાશ પટેલે 30.30 લાખમાં દુકાન નક્કી કરી હતી.બિલ્ડર પ્રવિણ પાનસુરિયા અને સેલ્સમેન જયેશ પામકે ડિસેમ્બર 2024 સુધીમાં દુકાનનો કબજો આપવાની ખાતરી આપી હતી.ફરિયાદ મુજબ બુકિંગ પેટે રોકડા તેમજ RTGS/NEFTથી કુલ 10 લાખ ચૂકવાયા હતા જોકે સમયસર દસ્તાવેજ કે કબજો ન મળ્યો અને રકમ પણ પરત ન અપાઈ હોવાનો આક્ષેપ છે.આખરે બાપોદ પોલીસમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે ઉલ્લેખનીય છે કે,પાનસુરિયા બંધુ સામે અગાઉ પણ ફરિયાદો નોંધાઈ છે.

Browse all news articles