મુંબઈમાં ફટાકડા પર કોર્ટની સખ્તાઈ! રસ્તા પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ
By Our Vadodara
Published

મુંબઈમાં તહેવારોની ઉજવણી વચ્ચે બોમ્બે હાઈકોર્ટે ફટાકડાને લઈને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી છે.હાઈકોર્ટે જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે અને તહેવારો દરમિયાન અવાજ તથા વાયુ પ્રદૂષણ નિયંત્રણમાં રાખવા સૂચના આપી છે.કોર્ટે રસ્તા પર ફટાકડાને જોખમી અને ઝેરી ગણાવીને તેના ઉપયોગ સામે સવાલ ઉઠાવ્યા હતા.મુંબઈ પોલીસે 9થી 26 સપ્ટેમ્બર દરમિયાન પરવાનગી વિના 5થી વધુ લોકોના એકઠા થવા,ફટાકડા અને લાઉડસ્પીકર પર પ્રતિબંધ મૂક્યો હોવાનું કોર્ટને જણાવાયું હતું.કોર્ટે અધિકારીઓને નિયમોનું કડક પાલન કરાવવા અને અવાજની મર્યાદા જાળવવા કાર્યવાહી કરવા કહ્યું છે.