રાજકોટની મોડલ દુષ્કર્મ કેસ નવો વળાંક! આરોપમાં ઘેરાયેલા વડોદરાના વેપારીએ જીવન ટુંકાવવાનો કર્યો પ્રયાસ!

By Our Vadodara

Published

રાજકોટની મોડલ દુષ્કર્મ કેસ નવો વળાંક! આરોપમાં ઘેરાયેલા વડોદરાના વેપારીએ જીવન ટુંકાવવાનો કર્યો પ્રયાસ!

રાજકોટની 36 વર્ષીય મોડલની દુષ્કર્મની ફરિયાદ કેસમાં નવો વળાંક એવો છે,જાણવા મળ્યા મુજબ કેસ ચર્ચામાં આવતા વડોદરાના વેપારી પાર્થ પરીખે દવાઓનો ઓવરડોઝ લઈને જીવનનો અંત કરવાનો પ્રયાસ કર્યો હતો હાલ વેપારી પાર્થ પરીખ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.બીજી તરફ વેપારીની પત્નીએ મોડલ સામે દુષ્પ્રેરણાની અરજી કરી હોવાનો પણ અહેવાલ છે. યુવતીએ લગ્નની લાલચ આપી શારીરિક શોષણ અને અંગત ફોટો-વિડિયો વાયરલ કરવાની ધમકીના આક્ષેપ સાથે રાજકોટ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પત્નીનો આક્ષેપ છે કે યુવતી દ્વારા પતિને સતત ધમકીઓ મળતી હતી. સમગ્ર મામલે વડોદરા અને રાજકોટ પોલીસ દ્વારા અલગ-અલગ ફરિયાદો અને અરજીઓના આધારે તપાસ હાથ ધરાઈ છે.

Browse all news articles