ગુજરાત ક્વીન એક્સપ્રેસ ટ્રેનના ડ્રાઇવરોની સતર્કતાથી આપઘાત માટે રેલ્વે ટ્રેક પર સુઈ જનાર વ્યક્તિનો બચાવ થયો છે. લોકો પાયલોટ રામાનંદ મહંતો અને આસિસ્ટન્ટ લોકો પાયલોટ પુષ્પેન્દ્ર શર્માની સતર્કતાના પગલે આ સંભવ થયું છે. અમદાવાદ વડોદરા રેલવે લાઈન વચ્ચે મણીનગર નજીક એક વ્યક્તિ આપઘાત કરવા માટે રેલવે ટ્રેક પર સુઈ જતા ટ્રેન ડ્રાઈવરે બ્રેક લગાવી યુવકનો જીવ બચાવતા લોકોએ કામગીરીને બિરદાવી હતી.