ભાવનગરના 11 લોકોનાં રાજસ્થાનમાં મૃત્યુ
ભાવનગરથી મથુરા અને વૃંદાવન જઈ રહેલી પ્રવાસીઓથી ભરેલી બસ જયપુર-આગ્રા હાઈવે પર ભરતપુર નજીક ઊભી હતી. એક ટ્રેલર પૂરપાટ ઝડપે આવ્યું અને બસની પાછળ ઘૂસી ગયું અને ભયાનક અકસ્માત થયો. આ અકસ્માતમાં કુલ 11 લોકોનાં મોત થયા છે અને 15થી વધુ લોકો ઘાયલ થયા છે. બસમાં સવાર પ્રતાપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, અમારી લક્ઝરી બસની ડીઝલ પાઇપ ફાટી જતાં ડીઝલ પૂરું થઇ ગયું હતું. તેથી ડીઝલ લેવા ગયા હતા. ડીઝલ લાવીને ડ્રાઇવર અને એક અન્ય વ્યક્તિ બસમાં ડીઝલ નાંખી રહ્યા હતા. બસના 8-10 લોકો પાછળ ઊભા હતા.