બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ મુખ્યમંત્રીને પત્ર લખી પોતાના પર ACB ની તપાસ કરવામાં આવે તેવી માંગ કરી છે,ધારાસભ્યના પત્ર સાથેની વિચિત્ર માંગ રાજનીતિમાં ચર્ચાનો વિષય બની છે આ મામલે ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ જણાવ્યું હતું કે,“લોકશાહીમાં ધારાસભ્ય પાસે કોઈ સત્તા જ નથી સત્તા તો IAS અને IPS પાસે જ છે” મારાં ધારાસભ્ય તરીકે એક વર્ષ પૂર્ણ થાય છે, જેના અનુસંધાને મારાં ઉપર આવક અને સંપત્તિની તપાસ કરવામાં આવે. તેમજ રાજ્યના તમામ ધારાસભ્યઓ,મંત્રીઓ,સાંસદ સભ્યો અને તમામ આઈપીએસ અને આઈએસ કક્ષાના અધિકારીઓની પણ તપાસ કરવામાં આવે, જેનો અહેવાલ ઓનલાઇન સરકારની વેબ સાઈટ ઉપર મુકવામાં આવે,જેથી જનતાને જાણ થઈ શકે.