ભારતીય લોકશાહીના મંદિર સંસદ ભવન પર 13 ડિસેમ્બર, 2001ના દિવસે પાંચ આતંકવાદીઓએ સંસદ ભવન પર હુમલો કર્યો હતો. આ હુમલામાં નવ જવાનો શહીદ થયા હતા, જ્યારે હુમલો કરનાર પાંચેય આતંકીઓ પણ માર્યા ગયા હતા. અફઝલ ગુરુને હુમલાના 12 વર્ષ બાદ ફાંસી આપવામાં આવી હતી આજે આ હુમલાની 22મી વરસી છે. પ્રધાનમંત્રી મોદીએ શહીદ જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી.