સંસદના ચાલુ શિયાળુ સત્ર દરમિયાન અચાનક એક મહિલા સહી બે લોકો પ્રેક્ષક ગેલેરીમાંથી કુદ્યા હતા અને તેમના દ્વારા પ્રસંગમાં યુઝ થાય તેવો કલરફુલ સ્મોક ફેલાવ્યો હતો.જો કે, તેઓને સાંસદોએ પકડીને સુરક્ષા કર્મચારીઓને સોંપ્યા હતા. લોકસભાની કાર્યવાહી 2 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, નીલમ હરિયાણાની રહેવાસી અને અમોલ શિંદે મહારાષ્ટ્રનો રહેવાસી છે. આજે સંસદ પર હુમલાની વરસી પણ છે.