અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિકસિત ભારત યાત્રાના કાર્યક્રમો જુદા જુદા વોર્ડમાં યોજવામાં આવી રહ્યા છે ત્યારે કાર્યક્રમ પાછળ કરાતો ખર્ચ ચર્ચાનો વિષય બન્યો છે. કારણકે સરકારીની વિવિધ યોજનાઓની જાહેરાત માટે માટે કરવામાં આવતા આ કાર્યક્રમ પાછળ કોર્પોરેશનની તિજોરીમાંથી નાણા ખર્ચ કરવામાં આવશે. આ અંગેનું કામ સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી માટે મૂકવામાં આવ્યું છે. જેમાં કાર્યક્રમ સ્થળ ઉપર એલઇડી સ્ક્રીન.. 25 ટેબલ. 500 ખુરશી. 10 પંખા મંડપ. ઈલેક્ટ્રિસિટી સપ્લાય ..ડેકોરેશન વગેરે જેવી જરૂરી તમામ વ્યવસ્થાનો સમાવેશ થાય છે.