વડોદરા મનપાની કચેરી ખાતે કમિશનરની અધ્યક્ષતામાં ધારાસભ્ય , સાંસદની સંકલન બેઠક મળવા પામી હતી. આ દરમિયાન ધારાસભ્ય કેયુર રોકડિયાએ રજૂઆત કરી હતી કે, ફતેગંજ વિસ્તારમાં કેટલાક તત્વો દ્વારા ખોટી રીતે રજા ચિઠ્ઠી મેળવી અશાંતધારા ભંગ કર્યો હોવાની ફરિયાદ મળી છે. જેથી આવી રજા ચિઠ્ઠીઓ રદ થવી જોઈએ. આ અંગે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ કહ્યું હતું કે, અશાંતધારા કામગીરી રેવન્યુ વિભાગ કરે છે. પ્રોપર્ટી કાર્ડના આધારે રજા ચિઠ્ઠી કોર્પોરેશનની ઇસ્યુ કરે છે. રજૂઆત ધ્યાને લઈશું.