યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી મેળાની તૈયારીઓ થઈ રહી છે. જેના ભાગરૂપે વહીવટી તંત્ર નાટક કરતું જોવા મળ્યું છે. રસ્તા પરના ખાડામાં પાણી હોવા છતાં ડામર ઠાલવી પેચવર્કની કામગીરી કરતા દીર્ઘદ્રષ્ટા અધિકારીઓની બેદરકારી છતી થઈ છે. આ પ્રકારની કામગીરી નાણાના વેડફાટ સાથે સમય અને મેન પાવરનો વ્યય કરે છે.