રાજ્યમાં ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલ ડીલર એસોસિએશન દ્વારા 15 સપ્ટેમ્બરે ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે. જેથી, 15 સપ્ટેમ્બરના રોજ પેટ્રોલ પંપ માલિક દ્વારા પેટ્રોલ ડીઝલની ખરીદી કરવામાં આવશે નહી. અગાઉ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી, જેનો સંતોષકારક જવાબ ન મળતા એસોસિએશન દ્વારા ‘નો પરચેસ’નું એલાન કરવામાં આવ્યું છે પરંતુ, ગ્રાહકોને તકલીફ ન પડે તે માટે પેટ્રોલ-ડીઝલનું વેચાણ ચાલુ રાખવામાં આવશે.