ગુજરાત વિધાનસભામાં ત્રિ-દિવસીય ચોમાસું સત્રનો આજે બીજો દિવસ છે, ત્યારે વિધાનસભામાં બેઠક શરૂ થાય તે પહેલાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું હતું. ગાંધીનગરના પૂર્વ કલેકટર એસ. કે. લાંગા જમીન કૌભાંડ મામલે "વિજયભાઈએ વેચી જમીન ભુપેન્દ્રભાઈએ આપી મંજૂરી 20,000 કરોડમાં કોના કેટલો ભાગ" જેવા સૂત્રો સાથે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.