ભારતીય રેલવે ટ્રેનનોને સતત આધુનિક અને સુવિધાજનક બનાવી રહી છે. વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન બાદ રેલવે મંત્રાલય અમૃત ભારત ટ્રેન શરુ કરવા જઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ઉત્તર પ્રદેશના અયોધ્યાથી પ્રથમ બે અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનને લીલી ઝંડી આપવાના છે.આ ટ્રેનો અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ છે. પ્રવાસ દરમિયાન મુસાફરોને કોઈપણ પ્રકારના આંચકા નહીં લાગે. આ બંને ટ્રેનો બિહારના દરભંગાથી અયોધ્યા થઈને દિલ્હીના આનંદ વિહાર સ્ટેશન અને પશ્ચિમ બંગાળના માલદા ટાઉનથી બેંગલુરુના સર એમ વિશ્વેશ્વરાય ટર્મિનલ સુધી ચાલશે