પાંચ રાજ્યોની વિધાનસભાના ચૂંટણીના પરિણામો બાદ હવે ભારતીય જનતા પાર્ટીએ લોકસભા 2024ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેના ભાગરૂપે ગુજરાતમાં બે દિવસ માટે મનોમંથન શરૂ કરવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પહેલા બુથ સ્તરના કાર્યકરો સુધી મતદારોનો સંપર્ક માટે જુદા જુદા કાર્યક્રમો ઘડી કાઢવા અને જરૂરી માર્ગદર્શન આપવા બે દિવસ પ્રદેશ કાર્યાલ ખાતે બેઠકમળી રહી છે