ઉતરાયણના તહેવાર દરમિયાન દોરી વાગવાની અનેક ઘટનાઓ વચ્ચે ઘણા કિસ્સામાં વ્યક્તિઓના મોટ પણ નિપજ્યા છે. તથા દોરી વાગવાના કારણે ગંભીર અકસ્માતની ઘટના પણ બનતી હોય છે. ત્યારે અમદાવાદની એલડી એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી ઓમ પટેલે એક અનોખું સ્ટાર્ટ અપ તૈયાર નેક શિલ્ડ બનાવવામાં સફળતા મેળવી છે.આ નેક શિલ્ડમાં રેક્ઝીન ટાઇપનું મટીરીયલ ઉપયોગ કર્યો છે તેમજ ગેલવેનાઈઝની ગ્રીપ મૂકી છે જે નેક અને ચિક બન્નેને પ્રોટેક્ટ કરે છે