પીએમ મોદીએ કહ્યું કે, અમારે ત્યા 108 અંકનું મહત્ત્વ છે, તેની પવિત્રતા એક ઉંડા અધ્યયનનો વિષય છે. પીએમ મોદીએ કહ્યું કે, વર્ષ 2015માં આપણે ગ્લોબલ ઈનોવેશન ઈન્ડેક્સમાં 81માં ક્રમે હતાં, જ્યારે આજે આપણે 40માં ક્રમે છીએ. 70 હજાર અમૃત સરોવરોનું નિર્માણ આપણી સામૂહિક ઉપલબ્ધિ .એશિયન ગેમ્સમાં આપણા ખેલાડીઓએ 107 અને એશિયન પેરા ગેમ્સમાં 111 મેડલ જીત્યા હતાં. જ્યારે ક્રિકેટ વર્લ્ડ કપમાં પણ ભારતીય ખેલાડીઓએ તેમના પ્રદર્શનથી તમામ લોકોના દિલ જીત્યા હતાં. સમગ્ર ભારત વોકલ ફોર લોકલના મંત્રને મહત્વ આપી રહ્યો છેમાળામાં 108 મનકો, 108 વાર જાપ, 108 દિવ્ય ક્ષેત્ર, મંદિરોમાં 108 સીઢીઓ, 108નો આ આંકડો ખૂબજ આસ્થા સાથે જોડાયેલો છે. તેથી મન કી બાતનો 108મો એપિસોડ મારા માટે ખૂબજ ખાસ છે