2017માં સ્થાપિત કરવામાં આવેલ મારુતિ વીર જવાન ટ્રસ્ટ દ્વારા સરથાણા હરે કૃષ્ણ કેમ્પસ ખાતે યોજાયેલ શહીદોને સલામ કાર્યક્રમમાં દેશના અલગ અલગ રાજ્યના 131 શહીદ વીર જવાનોના પરિવારોને કેન્દ્રના રક્ષણ મંત્રી રાજનાથ સિંહની અધ્યક્ષતામાં અઢી, અઢી લાખ રૂપિયાની શોર્ય રાશિ અર્પણ કરવામાં આવી હતી. રાજનાથસિંહ પરિવારોને મળ્યા ત્યારે ભાવવિભોર દ્રશ્ય સર્જાયા હતા. સંસ્થાએ અત્યાર સુધીમાં 452 પરિવારોને શૌર્ય રાશિ અર્પણ કરી છે.