અયોધ્યાના રામમંદિરના ધ્વજ સ્તંભ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં આજે અમદાવાદમાં ભવ્ય શોભાયાત્રા શરુ કરવામાં આવી હતી . રામમંદિર પર સુશોભિત થનારા ધ્વજ માટેના ધ્વજ સ્તંભ સાથે આ યાત્રાનું આયોજન કરાયુ હતું .ગોતા વિસ્તારમાં ધ્વજ સ્તંભ તૈયાર થયા છે. 5500 કિલોના મુખ્ય ધ્વજ દંડ સાથે અન્ય દંડ પણ તૈયાર કરાયા છે. શંખનાદ અને ઢોલ નગારા સાથે શોભાયાત્રા શરૂ થઇ હતી . અયોધ્યા રામ મંદિર પર લગાવવા માટે એક મુખ્ય ધ્વજદંડ સહિત કુલ 7 ધ્વજદંડ તૈયાર કરવામાં આવ્યા છે. જય શ્રી રામ અને કેસરિયા ધ્વજ સાથે ધ્વજ દંડ અયોધ્યા રવાના કરવામાં આવ્યા છે.