કેન્દ્ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલીના સેલવાસમાં ગૌ તસ્કરો CCTV માં કેદ થવા પામ્યા છે. જેમાં ગૌ તસ્કરો દોરડાથી બાંધીને ગાયોને એક વાહનમાં લઇ જતા નજરે ચડે છે. સમગ્ર ઘટનાને લઇ પશુપાલકોમાં ગૌ તસ્કરો વિરુદ્ધ ભારે નારાજગી જોવા મળી છે. તો બીજી તરફ પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.