ભારતીય નેવીના માર્કોસ કમાન્ડોએ અરબ સાગરમાં શુક્રવારે યમન સ્થિત ચાંચિયાઓ અપહરણ કરેલા માલવાહક જહાજ એમવી લીલા નોરફોકને છોડાવી લીધું છે અને જહાજ પર ૧૫ ભારતીય સહિત કુલ ૨૧ ક્રુને બચાવી લીધા છે. અરબ સાગરમાં સોમાલિયા નજીક લીલા નોરફોક જહાજનું અપહરણ કરાયાના સમાચાર મળતા ભારતીય નેવીનું યુદ્ધજહાજ આઈએનએસ ચેન્નઈએ તાત્કાલિક કાર્યવાહી કરી હતી