વિધાનસભા ખાતે કોંગ્રેસનું વધુ એક વિરોધ પ્રદર્શન સામે આવ્યું છે. જેમાં અદાણીને 4 હજાર કરોડની લ્હાણીના બેનર સાથે મોદી-અદાણી ભાઈ ભાઈના સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ દરમિયાન કોંગ્રેસના નેતાઓએ ખેડૂતના દેવા, વિધવા પેન્શન, મિનિમમ વેજીસ સહિતના અનેક મુદ્દાને લઈને શાસક પક્ષ ઉપર આક્ષેપ કર્યા છે.