ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના જેલવાસને લઇને તેમના સમર્થનમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે જેલમાં તેમની મુલાકાત લીધી હતી. તેમના ખબરઅંતર પુછ્યા હતા અને આવનારી લોકસભા ચૂંટણીમાં જો સરકાર ચૈતર વસાવાને બહાર નહીં આવવા દે તો તેમના તરફથી પાર્ટી લોકસભામાં લડશે તેવું નિવેદન આપ્યું હતું.