ગુજરાત ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટ 2024ને લઈને ગાંધીનગરના મહાત્મા મંદિરમાં દેશ-વિદેશના વડા, મોટી કંપનીઓના સીઇઓ, ડેલિગેટ્સ આવી રહ્યા છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ માઇક્રોન ટેકનોલોજીના પ્રમુખ સંજય મલ્હોત્રા , તિમોર લેસ્ટેના પ્રમુખ જોસ રામોસ-હોર્ટા, સુલતાન અહેમદ બિન સુલેમ ડીપી વર્લ્ડના સીઈઓ, ડેકિન યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર, પ્રોફેસર લૈન માર્ટિન, તોશિહિરો સુઝુકી, સુઝુકી મોટર્સના પ્રમુખ, એપી મોલર-મેર્સ્કના સીઈઓ, કીથ સ્વેન્ડસેન, મોઝામ્બિકના પ્રમુખ ફિલિપ જેસિન્ટો ન્યુસી સહિતના મહાનુભાવો સાથે બેઠક યોજી હતી